ન્યુઝીલેન્ડને વિદેશી દખલગીરીથી બચાવવા માટે સરકાર કાયદામાં ફેરફાર કરી રહી છે The Government is changing the law to protect New Zealand from foreign interference

તમે આ પરિવર્તન પર તમારો મત મુકી શકો છો. નીચેની માહિતી સમજાવે છે કે સરકાર શું કરી રહી છે અને તમે કેવી રીતે સામેલ થઈ શકો છો.

તમે આ પરિવર્તન પર તમારો મત મુકી શકો છો.

નીચેની માહિતી સમજાવે છે કે સરકાર શું કરી રહી છે અને તમે કેવી રીતે સામેલ થઈ શકો છો.

 

શું ચાલી રહ્યું છે?

પોલીસ અને અન્ય એજન્સીઓને વિદેશી દખલગીરી સામે પ્રતિસાદ આપવા માટે સરકાર ફોજદારી કાયદાને મજબૂત બનાવી રહી છે.

આ ફેરફારો ક્રાઇમ્સ (કાઉન્ટરિંગ ફોરેન ઇન્ટરફરન્સ) એમેન્ડમેન્ટ બિલ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

સંસદની જસ્ટિસ સિલેક્ટ કમિટી દ્વારા આ બિલ પર વિચારણા કરવામાં આવી રહી છે. કમિટી બિલને કાયદો બનતા પહેલા તેને કેવી રીતે સુધારી શકાય તેની ભલામણો કરશે.

 

વિદેશી દખલગીરી શું છે?

વિદેશી દખલગીરી એ છે જ્યારે વિદેશી સરકાર ન્યુઝીલેન્ડના સમાજમાં ગુપ્ત, બળજબરીપૂર્વક અથવા અપ્રમાણિક રીતે દખલ કરવાનો પ્રયાસ કરે છે. આ પ્રવૃત્તિ ન્યુઝીલેન્ડ અને અમારા સમુદાયો માટે નુકસાનકારક છે.

વિદેશી દખલગીરી સમગ્ર દેશને અસર કરી શકે છે. ઉદાહરણ તરીકે, તે રાષ્ટ્રીય સુરક્ષા, અર્થવ્યવસ્થા, આપણી ચૂંટણીઓ અથવા સરકારી નિર્ણયોને અસર કરી શકે છે.

દખલગીરી વ્યક્તિઓ અને સમુદાયોને પણ અસર કરી શકે છે. વિદેશી સરકાર તેમની અથવા તેમના પરિવારોની સાથે જે કરી શકે છે, તેના કારણે આ પ્રકારની પ્રવૃત્તિથી લોકોને કંઈપણ કરતાં કે કંઈપણ કહેતા અસુરક્ષા કે ડર લાગી શકે છે. આ ઠીક નથી કારણ કે અમારા કાયદા લોકોને અધિકારો અને સ્વતંત્રતાઓ આપે છે અને વિદેશી સરકારોએ અહીં લોકોની ગતિવિધિઓને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં.

 

કાયદો કેવી રીતે બદલાઈ રહ્યો છે?

ન્યુઝીલેન્ડ સામે કોઈ પણ દેશ દ્વારા વિદેશી દખલગીરી અસ્વીકાર્ય છે.

નવા ગુનાઓ વિદેશી દખલગીરી અને અન્ય હાનિકારક પ્રવૃત્તિઓને ગેરકાયદેસર બનાવશે. ન્યુઝીલેન્ડમાં આ કેટલાક સૌથી ગંભીર અપરાધો હશે સંવેદનશીલ સરકારી માહિતીને વધુ સારી રીતે સુરક્ષિત કરવા માટે હાલના ગુનાઓને પણ બદલવામાં આવી રહ્યા છે.

આ ફેરફારોનો અર્થ એ થશે કે જે લોકો વિદેશી સરકાર માટે હાનિકારક પ્રવૃતિઓ કરે છે તેઓને અમારા ફોજદારી કાયદા હેઠળ અટકાવી અને સજા કરી શકાય છે.

 

હું કેવી રીતે મારી વાત કહી શકું?

સંસદની જસ્ટિસ સિલેક્ટ કમિટી જનતાના સભ્યોને "સબમિશન માટે કૉલ" કરીને બિલ પર તેમના મંતવ્યો શેર કરવા કહે છે. જ્યારે કમિટી બિલ પર વિચારણા કરી રહી હોય ત્યારે નિર્ધારિત દિવસોમાં આવું થાય છે.

બિલ અને સબમિશન કેવી રીતે કરવું તે વિશે વધુ માહિતી આના પર ઓનલાઈન મળી શકે છે: https://bills.parliament.nz/v/6/5c7f002d-e4b4-4573-5563-08dd042d0cd2?Tab=history

કમિટી સામાન્ય રીતે સંસદની વેબસાઈટ પર જનતા માટે સબમિશન ઉપલબ્ધ કરાવે છે. સબમિશન કરતા પહેલા, તમે કમિટીને તમારી સબમિશનને ગુપ્ત રાખવા માટે કહી શકો છો, જો તમે તેને સાર્વજનિક ન કરવા માંગતા હોવ. તમે તમારું સબમિશન મોકલો તે પહેલાં કમિટીએ સંમત થવું પડશે.

ન્યાય મંત્રાલયની વેબસાઈટ પર વિદેશી હસ્તક્ષેપ, બિલ અને તમે સરકારી એજન્સીઓને વિદેશી દખલગીરીની જાણ કેવી રીતે કરી શકો તે વિશેની માહિતી પણ ધરાવે છે. આ મંત્રાલયના મુખ્ય પહેલ વેબપેજ પર "કાઉન્ટરિંગ ફોરેન ઇન્ટરફરન્સ" વિભાગમાં મળી શકે છે: https://www.justice.govt.nz/justice-sector-policy/key-initiatives/countering-foreign-interference

 

આ માહિતી ડાઉનલોડ કરો

Last modified: